હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં નહીં આવે તો યુનાઇટેડ સ્ટેટ્સ મંગળવારે ઈરાનને નરક બનાવશું:ડોનાલ્ડ ટ્રમ્પ

copy image

copy image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ મીડિયામાં ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં નહીં આવે તો યુનાઇટેડ સ્ટેટ્સ મંગળવારે ઈરાનને નરક બનાવશું અને તેના પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવશે. ચેતવણી સાથે  પોસ્ટમાં ટ્રમ્પે અનેક અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. આ દરમિયાન, એક મુલાકાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે અને સોમવાર સુધી સમજૂતી થવાની પણ શક્યતા છે વધુમાં એક મીડિયાના અહેવાલ મુજબ, ટ્રમ્પે પોસ્ટમાં ઈરાનને ચીમકી આપતાં લખ્યું હતું કે, જો 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેઈટ ફરીથી ખોલવામાં નહીં આવે તો મંગળવારે ઈરાનમાં પાવર પ્લાન્ટ દિવસ અને બ્રિજ દિવસ હશે. યુ.એસ. અને ઇઝરાયલે એક મહિના કરતાં વધુ સમયથી ઈરાન પર હુમલા કરી રહ્યા છે,  જેમાં સૈન્ય ઠેકાણા ઉપરાંત તેહરાનમાં નિર્માણાધીન પુલ પર પણ હુમલો કરાયો હતો.