ભુજ સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની  RTO કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

copy image

AI GENERATED IMAGE

copy image

રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે ભુજ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની  RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ ધમકી આપનાર શખ્સની શોધખોળ કરી રહી છે