કાસેઝમાં આવેલી કંપનીમાં લાગેલ આગમાં એક કરોડ જેટલું નુકસાનીનો અંદાજ અંકાયો

copy image

copy image

ગાંધીધામ  શહેરના કાસેઝમાં આવેલી કંપનીમાં લાગેલ આગના દસેક દિવસ અગાઉના બનાવમાં એકાદ કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો પ્રાપ્ત થતી વિગતો  અનુસાર . કાસેઝમાં આવેલી શ્રીજી ઓવરસીઝ કંપનીમાં ગત તા. 25/3ના બપોરે આગ લાગી જવા પામી હતી, જેમાં પોલીમર બાઇન્ડર કેમિકલ, નન ઓવન રોલ, પી.વી.સી. રોલ, પ્લાસ્ટિકના દાણા, બેકાર કપડાં વગેરે સળગી  ગયા હતા. વધુમાં જાણવા મળ્યું છે કે, આ માલનો વીમો કરાયો ન હતો તેમજ આ કંપનીમાં વીજજોડાણ પણ નથી અને બનાવના આઠેક દિવસથી કામ સંપૂર્ણ રીતે બંધ હતું તેમ છતાં કંપનીમાં આગ કઈ રીતે લાગી તેની તપાસ પોલીસે હાથ ધરી છે.