સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયત કરાયા
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ ચૂંટણીનું મતદાન કચ્છ જિલ્લામાં તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ થનાર છે. આ ચૂંટણીના અનુસંધાને કચ્છ જિલ્લાના વિસ્તાર માટે ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણ પણ નિયંત્રણ રાખી શકાય તે માટે ચૂંટણી માટે નિમવામાં આવેલા મેજિસ્ટેરીયલ પાવર્સ જ ધરાવતા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓને તેઓને જે વિસ્તાર માટે નિમણુંક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે અધિનિયમની કલમ-૧૫ હેઠળ શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ની કલમ-૧૫થી મળેલી સત્તા હેઠળ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેની નિમણુંક કરીને નીચે મુજબના અધિકારો જાહેર કર્યા છે. જેમાં કલમ-૪૧ મુજબ arrest by magistrate, કલમ-૧૦૮ મુજબ to direct search in his presence, કલમ-૧૦૯ મુજબ power to impound any documents and things, કલમ -૧૪૮ મુજબ dispersal of assembly by use of civil force, કલમ-૧૬૩ મુજબ to issue temporary orders in urgent cases of nuisance or apprehended danger નો સમાવેશ થાય છે.
હવે પછી ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓની નિમણૂંકમાં ફેરબદલી/સુધારા થાય તે બદલી/સુધારાથી આવનાર અધિકારી/ કર્મચારીશ્રીને પણ આ હુકમ આપોઆપ લાગુ પડશે.