સ્થાનિક સ્વરાજ ની ચુંટણી અનુલક્ષી તા. ૭/૪ થી શરુ થનારી સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ મોકૂફ રખાઈ – સાંસદ વિનોદભાઈ ચાવડા.
કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ
ડે – નાઈટ ટુર્નામેન્ટ સીઝન – ૪ તા. ૭/૪/૨૦૨૬ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે શરુ થવાની હતી
જે ટુર્નામેન્ટ હાલે સ્થાનિક સ્વરાજ ની ચુંટણી અને તેનાં સંદર્ભે આચાર સંહિતા લાગી જવાથી હવે
આ ટુર્નામેન્ટ તા. ૧/૫/૨૦૨૬ થી શરુ કરવાનું પ્રાવધાન થયેલ છે. ૭/૪/૨૦૨૬ થી શરુ થનારી
સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૪ હાલે મોકૂફ રાખવામાં આવેલ છે. તેમ સાંસદશ્રી એ જણાવ્યું
હતું.