ઈરાને ઈઝરાયલી શહેર હાઈફા પર મિસાઈલ હુમલો
copy image

copy image
ઈરાને ઈઝરાયલી શહેર હાઈફા પર મિસાઈલ હુમલો કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને આ હુમલામાં ઈઝરાયલને ભારે નુકસાન થયું છે. હાઈફા પર ઈરાની હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે હજુ અન્ય બે ગુમ છે. ઈરાનના આ નવા હુમલાઓ બાદ, મધ્ય ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે. ઈરાને એક પછી એક 4 મિસાઈલો ફાયર કરી હતી જેમાંથી એક મિસાઈલ હાઈફા શહેરના એક એપાર્ટમેન્ટ બ્લોક પર પડી હતી, જેના કારણે ઈમારતનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો હતો . ઈમારતનો જે ભાગ ઊભો રહ્યો તે અસ્થિર બની ગયો, જેના કારણે વધુ તૂટી પડવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું અને બચાવ કામગીરી વધુ પડકારજનક બની ગઈ હતી. વધુમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર મિસાઈલ હુમલા બાદ હાઈફામાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી હતી, ત્યારે ઈરાન તરફથી આવનારી મિસાઈલની આશંકા વચ્ચે બીજી મિસાઈલ ચેતવણી જાહેર કરાઇ હતી. જોકે, તે ચેતવણી બાદમાં પાછી ખેંચી લેવાઈ હતી.