ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનનો કુવૈત ઘાતક હુમલો: 15 અમેરિકન સૈનિકો ઇજાગ્રસ્ત
copy image

ઈરાને કુવૈતના અલી અલ સાલેમ એરબેઝ પર રાત્રે ડ્રોન હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતાં અહેવાલ પ્રમાણે આ હુમલામાં 15 અમેરિકનો ઘાયલ થયા હતા . બે અમેરિકી અધિકારીઓએ અહેવાલ આપતા જણાવ્યું છે કે મોટાભાગના ઘાયલ કર્મચારીઓ ફરજ પર પાછા ફર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરાયું હતું કે ઈરાન સાથે સંકળાયેલા ચાલુ ઓપરેશન દરમિયાન 373 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, ત્યારબાદ આ માહિતી સામે આવી છે. વધુમાં ઈરાની સૈન્યનું કહેવું છે કે ટ્રમ્પની ભ્રમક ધમકીઓ અમેરિકાના અપમાન અને બદનામની ભરપાઈ નહીં કરી શકે. : ઈરાન દ્વારા આ હુમલો માનવરહિત હવાઈ વાહન (ડ્રોન) દ્વારા કરવામાં આવ્યો હતો. કુવૈતના અલી અલ સલેમ એરબેઝ પર ઈરાની ડ્રોન હુમલામાં 15 અમેરિકનો ઘાયલ થયા હતા એક નિવેદનમાં, વ્હાઇટ હાઉસે કહ્યું, જો ઈરાન ગંભીરતાથી વાટાઘાટોમાં જોડાશે નહીં, તો તેને કાલે રાત સુધીમાં પથ્થર યુગમાં પાછું ધકેલવામાં આવશે.