કદી પણ હુમલો નહીં કરાય તેવો પાકો ભરોસો મળશે ત્યારે જ અમે યુદ્ધ વિરામ કરવા તૈયાર થશું :ઈરાન
copy image

ઈરાને અમેરિકાના નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઠુકરાવી સ્પષ્ટતા કરતાં હતું કે, અમે અસ્થાયી યુદ્ધવિરામ નહીં, પરંતુ યુદ્ધનો સંપૂર્ણ અંત ઈચ્છીએ છીએ. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈરાનના એક અધિકારી મોજતબા ફર્દીસી પૌરે જણાવ્યું હતું કે, હવે કદી પણ હુમલો નહીં કરાય તેવો પાકો ભરોસો મળશે ત્યારે જ અમે યુદ્ધ વિરામ કરવા તૈયાર થશું.ત્યારે બીજી તરફ ઈઝરાયલે સોમવારે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર મિસાઈથી હુમલો કર્યો હતો.. આખી દુનિયાનો જીવ ઉચક થયેલો છે ત્યારે ફરી એકવાર ઈરાને સ્પષ્ટ છે કર્યું કે, કામચલાઉ યુદ્ધવિરામના બદલામાં તે હોર્મુઝ ખોલવા તૈયાર નથી. વધુમાં દરમિયાન વધુ એક મોટા ઝટકામાં ઈરાની સેના ઈઆરજીસીનાં ગુપ્તચર સંગઠનના પ્રમુખ માજિદ ખાદેમીનું પણ અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં મોત નીપજ્યું છે. ઈરાને આજે શાંતિ પ્રસ્તાવ ઠુકરાવતાં કહ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલ તરફથી થઈ રહેલા મોટા હુમલાઓ વચ્ચે તે અમેરિકા સાથે વાટાઘાટમાં સીધું જોડાવા માગતું નથી અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાઓમાં ઈરાનમાં છ બાળક સહિત કુલ 34 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઈરાને કહ્યું છે કે, અલ્ટિમેટમ સામે કોઈ પણ હિસાબે ઝૂકવામાં નહીં આવે અને જો અમેરિકા, ઈઝરાયલ તરફથી ઈરાનનાં વીજમથકો અને પુલોને નિશાન બનાવવામાં આવશે તો ઈરાન પણ એવા જ ખતરનાક જવાબી હુમલા કરશે.