ભારતમાં પહેલીવાર એક સાથે 9 પોલીસ કર્મચારીઓને કોર્ટે ફાંસીની સજા
copy image

ભારતમાં પહેલીવાર એક સાથે 9 પોલીસ કર્મચારીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે 6 વર્ષ પહેલા કસ્ટડીમાં પિતા પુત્રને આખી રાત ટૉર્ચર કરી ક્રૂરતા આચરિ હતી . પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેમાં વેપારી પિતા-પુત્રના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કેસમાં દોષિત ઠરેલા નવ પોલીસ કર્મચારીને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે. ચુકાદો કસ્ટોડિયલ ડેથના બનાવોમાં પીડિત પરિવાર માટે ન્યાયની દિશામાં ખૂબ જ મહત્વનું પગલું માનવામાં આવે છે. આ ચુકાદો છ વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રાયલ બાદ આપવામાં આવ્યો છે આ સુનાવણી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જી મુથુકુમારનની અદાલતમાં થઈ હતી. જેઓએ તમામ નવ આરોપીને હત્યા અને અન્ય સંબંધિત ધારાઓમાં દોષિત ઠેરવ્યા હતા. અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ બનાવ અત્યાધિક ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનું ઉદાહરણ છે. જે પોલીસ કર્મચારીઓને મૃત્યુદંડની સજા મળી છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ એસ મુરુગન અને એ સમદુરઈ, કોન્સ્ટેબલ એમ મુથુરાજ, એસ ચેલ્લાદુરઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ વેલુમુથુના નામ છે વધુમાં આ બનાવ તૂતીકોરિન જીલ્લાના સથાનકુલમનો છે. જયાં વેપારી પિતા અને તેના પુત્રને હિરાસતમાં મૃત્યુ થયું હતું.