ગેરકાયદેસર ગાંજાના પદાર્થના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવ્રુતિને સંપુર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી. ડી. ઝાલા નાઓ તથા ભચાઉ પોલીસ ટીમ NDPS ના કેશો શોધવા સતત પ્રયન્શીલ હતી જે દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ ઈકબાલખાન રસુલખાન નાગોરી તથા પોલીસ કોન્સટેબલ દિનેશ જોધાજી ગફર નાઓને હુમનસોર્સ થી મળેલ સયુંક્ત રાહે ખાનગી બાતમી હકીકત અન્વયે “ ગાંધીધામ હાઇવે ઉપર આઈ માતા હોટલની બાજુમાં આવેલ હનુમાનજી મંદીર ખાતેના મહંત લખનગીરી મુનશીલાલ યુ.પી વાળા નાઓએ પોતાના કબ્જા વિસ્તારમાં ગાંજાના છોડ વાવેલ હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ છે ” જેથી તાત્કાલિક તે જગ્યા ઉપર ટીમ સાથે જઈ રેઈડ કરી ઝડતી તપાસ ક૨તા મજકુર પાસેથી માદક પદાર્થ ગાંજો તથા ગાંજાના છોડ મળી આવેલ હોય જેથી તેના વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) મહંત લખનગિરિ ઉર્ફે મલખાનસિંઘ મુનશીલાલ ઉવ.ઉવ.૬૧ ધંધો-પુજારી મુળ રહે.ધાતરી ફીરોઝાબાદ ઉત્તરપ્રદેશ હાલ રહે.શ્રી પ્રગટ પહાડી હનુમાન મંદીર ગાંધીધામ હાઇવે બજરંગ આઈમાતા હોટલ પાસે તા.ભચાઉ