માંડવીમાં ડમ્પરના પાછલા ટાયરમાં સ્કૂટી અથડાતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

copy image

copy image

માંડવી શહેરના હાર્દ સમા સ્વામિનારાયણ મંદિરના બહાર  ગઈ કાલે ડમ્પરના પાછલા ટાયરમાં 25 વર્ષીય યુવા પરિણીતા પ્રિયલબેન મિત સંઘાણીની સ્કૂટી અથડાતાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યાની કરુણાંતિકા સર્જાઇ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાર માસ પૂર્વે જ પ્રિયલના લગ્ન મિત શાંતિલાલ સેંઘાણી સાથે થયા હતા. પ્રિયલ અને મિત સાંજના અરસામાં બજારમાં ખરીદી કરવા ગયેલા ત્યારબાદ મિતને દુકાને મૂકી સ્કૂટીથી પ્રિયલબેન ઘેર જઇ રહી હતી ત્યારે સાજે 7.30 વાગ્યે ઘનશ્યામ રેસ્ટોરન્ટ પાસે આ દુ:ખદ બનાવ બન્યો હતો. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા , નગર સેવા સદનના વાહન મારફતે યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી. યુવા પરિણીતા પ્રિયલબેન મિત સંઘાણીની સ્કૂટી અથડાતાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યાની કરુણાંતિકા સર્જાઇ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાર માસ પૂર્વે જ પ્રિયલના લગ્ન મિત શાંતિલાલ સેંઘાણી સાથે થયા હતા. પ્રિયલ અને મિત સાંજના અરસામાં બજારમાં ખરીદી કરવા ગયેલા ત્યારબાદ મિતને દુકાને મૂકી સ્કૂટીથી પ્રિયલબેન ઘેર જઇ રહી હતી ત્યારે સાજે 7.30 વાગ્યે ઘનશ્યામ રેસ્ટોરન્ટ પાસે આ દુ:ખદ બનાવ બન્યો હતો. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા , નગર સેવા સદનના વાહન મારફતે યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી.