અમદાવાદ ખાતે યોજાયેલા “Saptrang Creators Fest 2026”માં કચ્છઅંજારના યુવા ક્રિએટરનું ગૌરવપૂર્ણ  પ્રદર્શન.

ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં “Saptrang Creators Fest 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૧૪૯૩ જેટલા ક્રિએટર્સે નોંધણી કરાવી ભાગ લીધો હતો. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને જાણીતા ક્રિએટર્સ દ્વારા ભાગ લેનારાઓ માટે અગત્યના માસ્ટરક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં કચ્છ-અંજારના યુવા ક્રિએટર કરણ આહીરને “Best Rural Creator” કેટેગરીમાં ટોપ-5 ફાઇનલિસ્ટમાં સ્થાન મળ્યું હતું. તેમણે કચ્છના લોકોનું જીવન, સંસ્કૃતિ અને તહેવારોને સોશિયલ મીડિયા દ્વારા લોકો સમક્ષ પ્રસ્તુત કરેલા કાર્યને ઉપસ્થિત જ્યુરી દ્વારા ખૂબ જ વખાણવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ફેસ્ટ દરમિયાન વિવિધ કેટેગરીમાં ફાઇનલિસ્ટ્સની પસંદગી કરવા જ્યુરી તરીકે જય થલેશ્વર, અશોક મંડલ અને વિજય ઠાકર જેવા પ્રતિષ્ઠિત સભ્યો જોડાયા હતા.

બીજી તરફ, અંજાર ખાતે રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રા ૨૦૨૬ના સમાપન સમારોહ અને એવોર્ડ સેરેમની મ્યુનિસિપાલિટી ગાર્ડનમાં યોજાઈ હતી. રાજ્યભરમાંથી લગભગ ૨૦૦ થી વધુ ફોટોગ્રાફર્સ અને ઇન્ફ્લુએન્સર્સે ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં રીલ કેટેગરીમાં પણ કરણ આહીરે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવી વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. આ રીતે કચ્છના યુવા પ્રતિભાએ રાજ્ય સ્તરે પોતાનું સ્થાન મજબૂત બનાવતા પ્રદેશનું ગૌરવ વધાર્યું છે.