સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભુજ કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા કંટ્રોલ રૂમ’ કાર્યરત કરાયો

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી છે. આ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા તેમજ મતદાન અને મતગણતરીના દિવસે વહીવટી સરળતા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે ખાસ ‘જિલ્લા કંટ્રોલ રૂમ’ કાર્યરત કરવામાં આવ્યો છે.

            નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ૦૨૮૩૨-૨૫૨૭૧૫ નંબર પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત, શ્રી એસ.આર.ચંદારાણા, નાયબ મામલતદાર, રેકર્ડ શાખા, કલેકટર કચેરી, ભુજ, મોબાઈલ નંબર: ૮૪૬૦૪૬૯૫૮૮ તેમજ  સુ.શ્રી. જી.કે. મરંડ, કારકુન, રેકર્ડ શાખા, કલેકટર કચેરી, ભુજ, મોબાઈલ નંબર: ૭૮૫૯૮૭૨૯૮૨ સંપર્ક કરી શકાશે. ચૂંટણીને લગતી કોઈપણ માહિતી માટે નાગરિકો ઉપરોક્ત કંટ્રોલ રૂમ નંબર તથા મોબાઈલ નંબર પર સંપર્ક સાધી શકશે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક નિવાસી કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ દ્વારા જણાવાયું છે.