ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે, ત્યાંજ રહેવા કહ્યું છે
copy image

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં ન આવે, તો ઈરાન પર મોટા હુમલાની ચેતવણી અપાઈ છે, તેવામાં ભારત સરકાર દ્વારા ઈરાનમાં રહેતા ભારતીયો માટે એક સલાહ જારી કરાઇ છે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે, ત્યાંજ રહેવા કહ્યું છે. એડવાઈઝરીમાં એમ પણ કહેવાયું છે કે, લોકોએ ઘરની અંદર રહેવું જોઈએ અને તમામ પાવર અને લશ્કરી સ્થાપનો અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવું જોઈએ. ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક સલાહ જારી કરી અને નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે, ત્યાં જ રહેવા વિનંતી કરી છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે, `ભારતીય દૂતાવાસ દ્વારા બુક કરાયેલી હોટલોમાં રોકાતા લોકોએ અંદર રહેવું જોઈએ અને ત્યાં દૂતાવાસની હાજર ટીમો સાથે નિયમિત રીતે સંપર્ક જાળવી રાખવો જોઈએ.’