અમેરિકાના આકાશમાં `ડૂમ્સડે પ્લેન’ વિમાન :સમગ્ર વિશ્વમાં ફફડાટ
copy image

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું `ડૂમ્સડે પ્લેન’ તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોઈંગ ઈ-4ઇ નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સને પણ સહન કરી શકે છે. આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે. સોમવારના રોજ ફલાઈટ ટ્રાકિંગ ડેટા અનુસાર , આ વિમાન સવારે 10.17 વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડયું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા છ ચક્કર લગાવ્યા હતા.. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ મંત્રણાને ઈરાને ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવાર સુધીની ડેડલાઇન આપતા ઈરાનને ચેતવણી આપી છે કે, જો તેઓ વૈશ્વિક ઉર્જા માર્ગો ખોલવા માટે તૈયાર નહીં થાય, તો તેહરાનને નરક બનાવી દઇશું.