દુધઈ પોલીસ દ્વારા પશુ ક્રૂરતા કેસમાં 5 આરોપીઓ પકડાયા

દુધઈ પોલીસ દ્વારા પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં કાર્યવાહી કરતાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુધઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ડોડીયાના નેતૃત્વમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે અંજારના પાંચ આરોપીઓ ભચલશા ઉર્ફે બચ્ચનશા પઠાઈશા શેખ,ઓસમાણશા ઈબ્રાહીમશા શેખ,ગુલામશા ઉર્ફે ડાડો જાનમામદ શેખ,અકબર ઓસ્માણ સૈયદ અને મય્યુદીન ઉર્ફે અશલમ હાકમશા શેખને શોધી કાઢવામાં આવ્યા હતા. આ સાથે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવામાં આવ્યું છે તેમજ ટાટા ટ્રક, ક્રેટા ગાડી અને એસેન્ટ કાર સહિત કુલ 23,50,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.