એક આખી સભ્યતા આજે રાત્રે ખતમ થઈ જશે, જે ક્યારેય પાછી નહીં લાવી શકાય:ડોનાલ્ડ ટ્રમ્પ

copy image

copy image

ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સૌથી મોટી ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું હતું કે, “એક આખી સભ્યતા આજે રાત્રે ખતમ થઈ જશે, જે ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું નથી ઈચ્છતો કે એવું થાય, પણ કદાચ એવું જ થશે. જોકે, હવે જ્યારે આપણી પાસે સંપૂર્ણ શાસન પરિવર્તન છે, જ્યાં અલગ, વધુ સમજદાર અને ઓછા કટ્ટરપંથી મન પ્રબળ છે, તો કદાચ કંઈક ક્રાંતિકારી અને અદભૂત બની શકે છે, કોણ જાણે? વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક એવી આ રાત્રે આપણને ખબર પડી જશે. 47 વર્ષની જબરદસ્તી વસૂલાત, ભ્રષ્ટાચાર અને મૃત્યુનો આખરે અંત આવશે. ઈરાનના મહાન લોકો પર ઈશ્વરની કૃપા બની રહે! ઈરાનના શાહરીયાર શહેરમાં એક રહેણાંક ઈમારત પર થયેલા ભીષણ હુમલામાં 9 લોકોના મોત તેમજ અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કરજ વિસ્તારમાં વીજ લાઈનો પર પ્રોજેક્ટાઈલ પડતા આખો વીજ પુરવઠો ખોરવાયો છે. આ હુમલા બાદ ઈરાનના IRGC એ આકરી પ્રતિક્રિયા આપતા અમેરિકા અને તેના સહયોગી દેશોને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની ‘રેડ લાઇન’ પાર કરશે, તો તેઓ મધ્ય પૂર્વની બહાર જઈને પણ જવાબી કાર્યવાહી કરશે. આ આક્રમક વલણ સાથે ઈરાને પશ્ચિમી દેશોને તેલ અને ગેસના પુરવઠા માટે તરસાવી દેવાની પણ ચીમકી આપી છે.