મુંદરા નજીક ટુંડાવાંઢમાં આવેલી કંપનીના સ્ટોર પાસે ખુલ્લામાં રાખેલા રૂા. 17,99,326ના મુદ્દામાલની ચોરી

મુંદરા નજીક ટુંડાવાંઢમાં આવેલી કંપનીના સ્ટોર પાસે ખુલ્લામાં રાખેલા રૂા. 17,99,326ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની માહિતી અનુસાર ટુંડાવાંઢની સીમમાં આવેલી એક્વાકેટ સિસ્ટમ્સ એશિયા પ્રા.લિ. કંપનીના સ્ટોર પાસે ખુલ્લી જગ્યામાં રાખેલા સામાન જેમાં નવ બટરફ્લાય વાલ્વ કિં. રૂા. 41,949, રેફ્રીજરેશનની ફીટિંગ સાથેના પાઈપ 350 મીટર કિં. રૂા. 8,24,250, કોપર આર્મર વાયર 2457 મીટર, પંપ મોટર નંગ-6 કિં. રૂા. 1,34,124 તથા અન્ય બે મોટર કિં. રૂા. 25,896 એમ કુલ રૂા. 17,99,326ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ઈસમ ગત તા. 1/3થી 1/4 દરમ્યાન ચોરી કરી લઈ ગયા છે. જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે