મુંદરામાં સીડીનાં કામ દરમ્યાન સીડી પરથી 29 વર્ષીય યુવાન પટકાતાં મોત
મુંદરાના સમાઘોઘામાં જિંદાલ સો લિ. કંપનીમાં સીડીનાં કામ દરમ્યાન સીડી પરથી 29 વર્ષીય યુવાન પટકાતાં તેનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મુંદરા પોલીસ મથક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગત તા. 5/4ના સવારે સમાઘોઘામાં જિંદાલ સો લિ. કંપનીના એસડીપી-2 પ્લાન્ટમાં જૂની લોખંડની સીડી કાઢી નવી લોખંડની સીડી નાખવાનાં કામ દરમ્યાન સીડી પરથી 29 વર્ષીય યુવાન પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.