મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓને મોટો ઝટકો :હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ
copy image

મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયાના ગણતરીના કલાકોમાં જ તે તૂટવાની અણી પર પહોંચી ગયું છે. ઈરાનને લાગ્યું હતું કે યુદ્ધવિરામ બાદ લેબનાન પર પણ હુમલા નહીં થાય, પરંતુ ઈઝરાયલ સતત મિસાઈલો છોડી રહ્યું છે.તેવામાં ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે લેબનાન આ યુદ્ધવિરામમાં સામેલ નથી. જેનાથી ઈરાન ભભૂકી ઉઠ્યું છે અને તેણે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું છે. જેથી તસ્નીમ ન્યૂઝ એજન્સી મુજબ, ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયેલ લેબનાન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું રહેશે, તો તે અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામ કરારમાંથી હટી જશે. તેમજ આ ચેતવણી ક્ષેત્રમાં મોટા પાયે ઈઝરાયલી હુમલાના અહેવાલો બાદ આપવામાં આવી છે.