આદિપુરમાં રાજવી ફાટક નજીક રેતીનાં ઢગલાં પાસેથી. 20 વર્ષીય નેપાળી યુવાનની લાશ મળી
copy image

આદિપુરમાં રાજવી ફાટક નજીક રેતીનાં ઢગલાં પાસેથી. 20 વર્ષીય નેપાળી યુવાનની લાશ મળી આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આદિપુરના સંત કંવરનગરમાં રહેનાર મૂળ (નેપાળી) નામનો યુવાન ગત તા. 1/4ના ઘરેથી ગુમ થયો હતો. આ યુવાન મુંબઇ અથવા નેપાળ ગયો હોવાનું પરિવારજનો દ્વારા મનાયું હતું. બાદમાં નેપાળ તપાસ કરતાં તે ત્યાં પહોંચ્યો ન હતો. આ દરમ્યાન તેની ગુમનોંધ દાખલ કારવાઈ હતી. વધુમાં તેના પિતા રાજવી ફાટક બાજુ ઓવરબ્રિજ પાસે રેતીનાં ઢગલાં બાજુ જતાં લાશ પડી હોવાનું સામે આવ્યું હતું.. કોહવાઇ ગયેલી લાશનું ફોરેન્સિક પી.એમ. કરાવવા રાજકોટ મોકલાવી છે, ત્યાંથી અભિપ્રાય બાદ મોતનું કારણ સામે આવે તેમ હોવાનું પીએસઆઇ જણાવ્યું હતું.