ભુજ તાલુકાના નાડાપામાંથી ત્રણ જુગાર પ્રેમી પોલીસના સકંજામાં
copy image

ભુજ તાલુકાના નાડાપામાંથી ત્રણ જુગાર પ્રેમીને પોલીસે પકડયા હતા. મળતી માહિતી અનુસંધાને ભુજ તાલુકાના નાડાપાના બસ સ્ટેશન પાસે લીમડાના ઝાડ નીચે બપોરના અરસામાં ગંજીપાના વડે જુગાર ત્રણ આરોપીને રોકડા રૂા. 18,460ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે દબોચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બીજી તરફ રાપરના વજેપરમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 23,250 જપ્ત કર્યા હતા, પ્રાપ્ત થતી માહિતી અનુસંધાને વજેપર ગામના પાટિયા સામે આવેલ દુકાન આગળ ખુલ્લામાં દીવાબત્તીના અજવાળે અમુક શખ્સો હાર જીતનો ખેલ રમી રહ્યા હતા. તે દરમ્યાન ગત મોડી રાત્રે પોલીસ ત્રાટકી હતી અને આઠ શખ્સોને ઝડપી લેવાણા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 23,250 તથા સાત મોબાઈલ એમ કુલ રૂા. 54,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.