ગાંધીધામમાં ધોળે દિવસે 5 થી વધુ ઓરડીઓને નિશાન બનાવી 82 હજારની માલમત્તા ચોરી કરનાર ઝડપાયો
copy image

ગાંધીધામમાં આવેલી કાર્ગો પીએસએલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ધોળે દિવસે 5 થી વધુ ઓરડીઓને નિશાન બનાવી 82 હજારની માલમત્તા ચોરી કરનાર રીઢા તસ્કરને બી-ડીવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પકડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.પીઆઇ એસ.વી.ગોજિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં રહેણાંક મકાનોને નિશાન બનાવી દિવસ દરમિયાન સામુહિક ચોરીની ઘટનાઓ બની હતી.પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુળ રાપર તાલુકાના લખાગઢના રહેવાસી અરજણ દેવાભાઈ ભરવાડને ઝડપી લીધો હતો.પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે રૂ.12,000 ના મુલ્યના સોનાના બે લોકેટ, રૂ.2,000 ની કિંમતની સોનાની કાનની બુટ્ટી, રૂ.4,000 ના મુલ્યની સોનાની વીંટી , ३.7,000 ના मुल्यनी सोनानी डाननी थे शेर, ३.23,950 રોકડ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો