રાપર-બાલાસર વચ્ચે ખારી નદી પરના જૂના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચિત્રોડ-રાપર-બાલાસર રોડ ૯૨૭ સી ઉપર રાપરથી બાલાસર વચ્ચે ખારી નદી પર આવેલા જૂના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોવાથી, વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમનના હેતુથી આ જાહેરનામાની મુદત લંબાવવામાં આવી છે.
કાર્યપાલક ઇજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામની દરખાસ્ત અને સંબંધિત પોલીસ તેમજ વહીવટી અધિકારીઓના અભિપ્રાયને ધ્યાને લઈને કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ, આગામી તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૯૨૭ સી પર કિ.મી. ૫૦/૧૨૫ (રાપરથી બાલાસર વચ્ચે) ખારી નદી પર આવેલા જૂના મેજર બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં. આ હુકમમાં ‘ભારે વાહન’ શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં આપેલી વ્યાખ્યા મુજબનો રહેશે. વૈકલ્પિક માર્ગ સ્વરૂપે ભારે વાહનો પ્રતિબંધિત સમયગાળા દરમિયાન રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મૌવાણા-બાલાસર રસ્તા પરથી અવરજવર કરી શકશે.
આ જાહેરનામાનો અમલ કરાવવા માટે જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના કર્મચારીઓને સત્તા સોંપવામાં આવી છે. તેઓ આ જાહેરનામા હેઠળ તપાસ કરવા, પાલન કરાવવા અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવા માટે અધિકૃત રહેશે