ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

copy image

copy image

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડી રૂા. 13,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  શહેરના કાર્ગો પીએસએલ શેરી નંબર 3માં બજરંગબલી મંદિર પાછળ બે શખ્સો મોબાઇલ મારફતે  ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા હતા તેવામાં અચાનક ત્રાટકેલી પોલીસે બે શખ્સોને પકડી પાડયા હતા. આ બંને શખ્સો પાકિસ્તાનમાં ચાલતી પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટની હૈદરાબાદ કિંગ્સમેન પેશાવરની મેચમાં સટ્ટો રમતહતા. બંને પાસેથી બે  મોબાઇલ તથા રોકડ રૂપિયા કુલ્લ રૂા. 13,500નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. વધુમાં તેમનો એક શખ્સ ટેલિગ્રામમાંથી આઇ.ડી. મેળવી તેના ઉપર સટ્ટો રમી રહ્યો હતો. આગળની વધુ છાણબીન પોલીસે હાથ ધરી છે.