સામખિયાળીમાં દારૂ અંગેની બે કાર્યવાહીમાં રૂા. 56,170ના દારૂ ઝડપાયો

copy image

copy image

સામખિયાળીમાં દારૂ અંગેની બે કાર્યવાહીમાં રૂા. 56,170ના દારૂ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં આવ્યો હતો , તેમજ ગેરહાજર હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સામખિયાળીમાં સ્મશાન બ્રિજ પાસેથી નાગોર રાજસ્થાનના એક શખ્સને પકડી લેતા તેના પાસેના બેગમાંથી બ્લેન્ડરર્સપ્રાઈડ, ઈ.પી.એમ., રોયલ ચેલેર્ન્જસ, મેજિક મોમેન્ટ, એન્ટી ક્યૂટીની 7પ0 મિ.લી.ની બે બોટલ, 180 મિ.લી.ના 68 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 29,770નો દારૂ કબજે કરાયો હતો. તે ક્યાંથી લાવ્યો હતો અને અહીં કોને આપવાનો હતો તે કાંઈ હજુ સામે આવ્યું નથી. બીજી કાર્યવાહી સામખિયાળીના તીર્થ એવન્યૂ સોસાયટી પાછળ બાવળની ઝાડીમાં કરાઇ  હતી.અહીંથી એઈટ પીએમ ગ્રીન લેબલની 7પ0 મિ.લી.ની 24 બોટલ કિંમત રૂા. 26,400નો શરાબ જપ્ત કરાયો હતોઘ પણ આરોપી ગેરહાજર મળ્યો હતો.