નાસા નું ‘આર્ટેમિસ 2’ કેપ્સ્યુલ ચંદ્રની આસપાસની તેની 10 દિવસની સફર પૂર્ણ:ચારેય અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે હેમખેમ

COPY IMAGE

અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. નાસા (NASA)નું મહત્વાકાંક્ષી ‘આર્ટેમિસ 2’ કેપ્સ્યુલ ચંદ્રની આસપાસની તેની 10 દિવસની ઐતિહાસિક સફર પૂર્ણ કરીને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યું છે. કેલિફોર્નિયાના સેન ડિએગોના દરિયાકાંઠે પ્રશાંત મહાસાગરમાં આ કેપ્સ્યુલે સફળતાપૂર્વક ‘સ્પ્લેશડાઉન’ કર્યું હતું. લગભગ 10 દિવસ સુધી અંતરિક્ષમાં વિતાવ્યા બાદ, ઓરિઅન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી હતી અને પેરાશૂટની મદદથી અત્યંત સુરક્ષિત રીતે સમુદ્રના પાણીમાં ઉતરી હતી. મિશનમાં સામેલ ચારેય અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે હેમખેમ છે. ઉતરાણની સાથે જ યુએસ નેવી અને નાસાની સ્પેશિયલ રેસ્ક્યુ ટીમોએ તુરંત જ અવકાશયાત્રીઓને કેપ્સ્યુલમાંથી બહાર કાઢી તેમનું સ્વાગત કર્યું હતું. ચંદ્ર પર માનવ ઉતરાણનો માર્ગ મોકળો આર્ટેમિસ 2 મિશનની સફળતા એ માત્ર નાસા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે મોટી સિદ્ધિ છે. આ મિશનનો મુખ્ય હેતુ ચંદ્રની આસપાસ જઈને સ્પેસક્રાફ્ટની ક્ષમતાઓ ચકાસવાનો હતો. આ સફળતાએ આર્ટેમિસ-2 ની સફળતા એ સાબિત કરે છે કે આપણું ટેકનોલોજીકલ માળખું હવે ઊંડા અવકાશમાં લાંબા ગાળાના પ્રવાસ માટે સજ્જ છે. આ 10 દિવસ દરમિયાન સ્પેસક્રાફ્ટના હીટ શીલ્ડ, નેવિગેશન અને લાઈફ સપોર્ટ સિસ્ટમનું કડક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે હવે પછીના ચંદ્ર પર ઉતરાણ (Landing) કરવાના મિશન માટે પાયારૂપ બનશે. આર્ટેમિસ 2 મિશનનો મુખ્ય હેતુ એ ચકાસવાનો હતો કે શું ‘ઓરિઅન’ કેપ્સ્યુલ અવકાશયાત્રીઓને ઊંડા અવકાશમાં જીવંત અને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે કે નહીં ચંદ્રની પ્રદક્ષિણા: આ અવકાશયાત્રીઓએ ચંદ્રની સપાટીથી હજારો માઇલ ઉપર રહીને પૃથ્વીનો સુંદર નજારો જોયો અને સિસ્ટમ ટેસ્ટિંગ કર્યું. પરત આગમન (Splashdown): પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે કેપ્સ્યુલનું તાપમાન આશરે 2,800°C સુધી પહોંચ્યું હતું. પેરાશૂટની મદદથી તે પ્રશાંત મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યું.