ભુજ તાલુકાના માધાપરમાં આવેલી હોટેલમાં નોકરી કરતા કર્મચારીએ કાઉન્ટરમાંથી રોકડા રૂા. 23,000ની ચોરી

chori

copy image

copy image

ભુજ તાલુકાના માધાપરમાં આવેલી હોટેલમાં નોકરી કરતા કર્મચારીએ કાઉન્ટરમાંથી રોકડા રૂા. 23,000ની ચોરી કરી હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, માધાપરમાં આવેલી હોટેલ કચ્છ એલેગેન્સમાં કામ કરતા આરોપીએ ગત તા. 3-4ના સવારના અરસામાં કાઉન્ટરના ટેબલના ખાનામાંથી રોકડા રૂા. 23,000 ઉઠાવી લીધા હોવાની હોટેલ સંચાલકને શંકા જતાં સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં આરોપી ચોરી કરતો ઝડપાયો હતો. માધાપર પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ આદરી છે.