અમેરિકાએ સમજૂતી માટે પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાન શરતો માનવા તૈયાર નથી :ઈરાન માટે ‘બેડ ન્યૂઝ’ :જેડી વેન્સે

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા કોઈ પણ સમજૂતી વિના સમાપ્ત થઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇસ્લામાબાદમાં ૨૧ કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે કોઈ કરાર થઈ શક્યો નથી. વેન્સે આ પરિણામને ઈરાન માટે ‘બેડ ન્યૂઝ’ ગણાવ્યા છે. મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જેડી વેન્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ સમજૂતી માટે પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાન શરતો માનવા તૈયાર નથી. તેમણે કહ્યું, આ સમજૂતી ન થવી એ ઈરાન માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. અમે તેમને એક તક આપી હતી, પરંતુ હવે તેના પરિણામો માટે તેમણે તૈયાર રહેવું પડશે.” જેડી વેન્સનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે અમેરિકા હવે “પ્રતિક્ષા કરો અને જુઓ” ની નીતિ છોડીને આક્રમક રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે.