હાલના તબક્કે તેહરાનનો અમેરિકા સાથે આગામી રાઉન્ડની વાતચીત કરવાનો કોઈ જ ઇરાદો નથી :ઈરાન

copy image

copy image

સતત 21 કલાક સુધી ચાલેલી બેઠક બાદ ઈરાનનું વલણ પૂરેપૂરું બદલાઈ ગયું છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ  ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, હાલના તબક્કે તેહરાનનો અમેરિકા સાથે આગામી રાઉન્ડની વાતચીત કરવાનો કોઈ જ ઇરાદો નથી. ઈરાની મીડિયા તો ત્યાં સુધી દાવો કરી રહ્યું છે કે અમેરિકા આ ચર્ચાને લઈને ગંભીર હતું જ નહીં, તે માત્ર અહીંથી ભાગવાના બહાના શોધી રહ્યું હતું.ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ના અહેવાલ અનુસાર , ઈરાનનો આરોપ છે કે અમેરિકા જાણીજોઈને એવી શરતો રાખી રહ્યું છે જે માનવી અશક્ય હોય, જેથી વાતચીત તોડવાનો દોષ ઈરાન પર મઢી શકાય. આ ઇતિહાસમાં પ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં 21 કલાકની બેઠક બાદ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ ખાલી હાથે પરત ફર્યા છે. અમેરિકાને આશા હતી કે આ મંત્રણા સફળ થશે, પરંતુ હવે તેમની પાસે પોતાની આબરૂ બચાવવાનો કોઈ રસ્તો રહ્યો નથી.હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કડક મિજાજઆ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝ સ્ટ્રેટ છે, જે હાલ બંધ છે. અમેરિકા આ સમુદ્રી માર્ગને ખોલાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું, પરંતુ ઈરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેમની મંજૂરી વગર આ રસ્તો ખુલશે નહીં. હાલમાં આ મામલો સમગ્ર વિશ્વમાં વાઇરલ થઈ રહ્યો છે અને હોર્મુઝનો રસ્તો બંધ રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ પહેલા કરતા વધુ વધી ગયો છે. આ મામલે ઈરાનની વ્યૂહનીતિએ અમેરિકાને વિચારતા કરી દીધું છે.