દિગ્ગજ ગાયિકા 92 વર્ષીય આશા ભોસલેની તબીયત લથડી હતી

copy image

દિગ્ગજ ગાયિકા 92 વર્ષીય આશા ભોસલેની તબીયત લથડી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને હાર્ટએટેક આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના ઈમર્જન્સી મેડિકલ યુનિટમાં આશાની સારવાર હાથ ધરવામાં આવી છે. દેશભરમાં આશાતાઈ જલ્દી સ્વસ્થ બને તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે આ દરમ્યાન, આશા ભોસલેના પૌત્રી ઝનાઈ ભોસલેએ તેમનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મારાં દાદી, આશા ભોસલેને થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અમે સૌને આગ્રહ કરીએ છીએ કે, અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે. . તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે, બધું બરાબર થઈ જશે