હાજીપીર નજીક લુદબાય ગામે અજાણ વ્યક્તિની લાશ મળતા ચકચાર
copy image

હાજીપીર નજીક લુદબાય ગામે અજાણ વ્યક્તિની લાશ મળતા ચકચાર
કચ્છ જિલ્લાના હાજીપીર નજીક આવેલા લુદબાય ગામ પાસે એક અજાણ વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી, કારણ કે તેની પાસે કોઈ આધાર કાર્ડ કે ઓળખ દર્શાવતું દસ્તાવેજ મળ્યું નથી.
માહિતી મુજબ, ગઈકાલે રાત્રે હાજીપીર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતદેહને ઓળખ માટે નખત્રાણા ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે ભુજ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા જનતાને તાત્કાલિક અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ મૃતકને ઓળખતા હોય અથવા સંબંધિત કોઈ માહિતી હોય તો તરત હાજીપીર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે