ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમની અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લા કલેક્ટર સાહેબના સહયોગથી જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતાં ઇસમ રામદેવસિંહ ઉર્ફે રોહીતસિંહ કેશુભા જાડેજા ઉ.વ.૩૦ રહે. દરબાર વાસ, ત્રગડી, તા.માંડવી વાળા વિરૂધ્ધમાં દાખલ થયેલ ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.શીણોલ સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકુર ઇસમ રામદેવસિંહ ઉર્ફે રોહીતસિંહ કેશુભા જાડેજાને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ. જે આધારે પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સુચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા સારૂ તજવીજ કરેલ છે.

  • સામાવાળા રામદેવસિંહ ઉર્ફે રોહીતસિંહ કેશુભા જાડેજા વિરુધ્ધ દાખલ થયેલ ગુના:-
  • માંડવી-મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૩/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ની કલમ ૬૫(એ) (ઇ),૮૧,૮૩, ૧૧૬(બી), ૯૮(૨) વિગેરે મુજબ

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૮/૨૦૨૪ પ્રોહી ક.-૬૫(એ),૬૫(એ) મુજબ

  • માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૧૧/૨૦૨૪ પ્રોહી ક.-૬૫(એ).૬૫(એ) મુજબ

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૬૨/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ),૬૫(એ) મુજબ

  • માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૧/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(એ) મુજબ
  • માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૪/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ).૬૫(એ) મુજબ
  • માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૯૩૫/૨૦ પ્રોહી કલમ-૬૫(એ) (ઈ),૮૧, ૯૮(૨) મુજબ
  • પાસા દરખાસ્તનું સુપરવિઝન કરનાર : –
  1. પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ
  • પાસા દરખાસ્ત તૈયાર કરનાર :-
  1. એ.એસ.આઇ. મયુરધ્વજસિંહ રાણા
  2. પો.કોન્સ. પરબતભાઇ ચૌધરી

અટકાયતીને પકડવાની કામગીરી કરનાર :-

  1. એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી
  2. પો.હેડ.કોન્સ. મુળરાજભાઇ ગઢવી
  3. પો.હેડ.કોન્સ. લીલાભાઇ દેસાઇ
  4. પો.હેડ.કોન્સ. રાજેશભાઈ ગઢવી