ક્રિકેટ સટ્ટાના હારજીતના સોદા લઇ રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી, સુનિલભાઇ પરમાર, રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જયદેવસિંહ જાડેજા તથા નવીનભાઈ જોષીનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, હીતેષ મારૂ રહે.હાઉસીંગ બોર્ડ, ભુજ તથા નીખીલ નંદા રહે. માધાપર તા.ભુજ વાળાઓ હાલે ઓધવ હોટેલ બાજુમાં સરવા મંડપ જાગીર પાસે જાહેરમાં પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ IPL-2026 માં તા. ૧૧/૦૪/૨૦૨૬ની ચેન્નઇ સુપર કીંગ્સ VS દીલ્હી કેપીટલ્સ વચ્ચેની ક્રિકેટ મેચમાં રનના તફાવત ઉપર તથા મેચની હારજીત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી રેઇડ કરતા આરોપી (૧) હીતેષ ચમનલાલ મારૂ(લુહાર) રહે. હાઉસીંગ બોર્ડ, ભુજવાળો (ક્રિકેટ સટ્ટો રમાડનાર) પોતાની પાસેના મોબાઇલ ફોનમાં ક્રીકેટ સટ્ટા બેટીંગની આઇ.ડી vegasbook9.com જેમાં બેલેન્સ રૂપીયા ૧,૯૪,૬૦૦/- નો ઉપયોગ IPL-2026 માં તા.૧૧/૦૪/૨૦૨૬ની ચેન્નઇ સુપર કીંગ્સ VS દીલ્હી કેપીટલ્સ વચ્ચેની ક્રિકેટ મેચ આ ૨૦ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ચાલતી હોઇ જે મેચનું બીજા મોબાઇલ ફોનમાં ક્રીકેટ ગુરુ નામની એપ્લીકેશનમાં ક્રિકેટ મેચ નું લાઇવ અપડેટ જોઇ તે મોબાઇલ ફોનમાં ક્રીકેટ હીસાબ નામની એપ્લીકેશનમાં ચાલુ મેચની હારજીતના ભાવ પર ગ્રાહકોના તેજીમંદીના સોદા લખી તે સોદા પોતાના પાસે રહેલ બીજા મોબાઇલમાં ગ્રાહકો સાથે વાતકરી તેજીમંદી ના સોદા લઇ હારજીત કરતા ક્રીકેટ સટ્ટા બેટીંગની આઇ.ડી vegasbook9.com જેમાં બેલેન્સ રૂપીયા ૧,૯૪,૬૦૦/- નો ઉપયોગ કરી મોબાઇલ નંગ-૪ ના ક્રિકેટ સટ્ટાના સાધન સાહીત્યના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નં.(૨) નીખીલ રતનભાઈ નંદા રહે.ગોકુલધામ સોસાયટી માધાપર તા.ભુજ (ક્રિકેટ સટ્ટો રમાડનાર) વાળા સાથે મળી ક્રીકેટ સટ્ટો રમાડી તથા આરોપી નં.(૩) ઉમર સોઢા રહે.કેમ્પ એરીયા ભુજ વાળાએ ઉપરોક્ત ક્રિકેટ સટ્ટાની આઇ.ડી. આપી આરોપી નં.(૧) પકડાઇ જઇ તથા આરોપી નં.(૨) તથા (૩)

વાળા હાજર નહી મળી ગુનો કરેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૮૭/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • પકડાયેલ ઇસમ :-
  • હીતેષ ચમનલાલ મારૂ(લુહાર) ઉ.વ.૪૧ રહે. મકાન નં.૧૦૧ બ્લોક નં.એચ-ર હાઉસીંગ બોર્ડ ભુજ મુળ રહે.ગણેશચોક જેષ્ઠાનગર ભુજ (ક્રિકેટ સટ્ટો રમાડનાર)

પકડવાના બાકી ઇસમો :-

નીખીલ રતનભાઇ નંદા રહે. ગોકુલધામ સોસાયટી માધાપર તા.ભુજ (ક્રિકેટ સટ્ટો રમાડનાર)

ઉંમર સોઢા રહે.કેમ્પ એરીયા ભુજ (ક્રિકેટ સટ્ટાની આઇ.ડી. આપનાર)

મુદામાલ :-

  • મોબાઇલ નંગ-૦૪, કિં.રૂ. ૧૫,૫૦૦/-

આઇ.ડી.માં રાખેલ કુલ્લે બેલેન્સ રૂપીયા ૧,૯૪,૬૦૦/- ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ