ગાંધીધામ અંતરજાળમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ ઇસમો પોલીસના સકંજામાં

copy image

copy image

ગાંધીધામ અંતરજાળમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે કબ્જે કરી હતી.મળતી માહિતી અનુસાર અંતરજાળના મોમાઈ નગર સરકારી શાળા પાછળ તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાં હારજીતનો જુગાર રમાઈ રહ્યો હતો. જે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે અચાનક રેડ પાડતા  અહીંથી પાંચ  શખ્સોને ઝડપ્યા હતા. ગંજીપાના વડે જુગાર રમતા  આ શખ્સો પાસેથી રોકડ રૂા. 2830 જપ્ત કરવામાં આવ્યા હતા.