ધ્રુવાસ્ત્ર મિસાઇલ ભારતીય સેનામાં સામેલ થવા માટે તૈનાત

copy image

copy image

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન દ્વારા વિકસિત ધ્રુવાસ્ત્ર મિસાઇલ ભારતીય સેનામાં સામેલ થવા માટે તૈનાત છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરતી આ મિસાઇલ પાકિસ્તાન માટે કાળ બનવાની તાકાત ધરાવે છે. ધ્રુવાસ્ત્ર નાગ એન્ટિટેન્ક ગાઇડેડ મિસાઇલની આધુનિક આવૃત્તિ છે, જે પહેલાં `હેલિના’નાં નામે ઓળખાતી હતી. યુદ્ધના મેદાનમાં ખાસ કરીને ઊંચા પહાડી વિસ્તારોમાં આ મિસાઇલથી ભારતીય સેના, વાયુદળની મારક ક્ષમતા ઘણી વધશે . ધ્રુવાસ્ત્ર ભારતના ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હિસ્સો છે, જેની પરિકલ્પના 1980ના દાયકામાં ડો. એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાં કરવામાં હતી. એકવાર લક્ષ્ય સાધ્યા પછી આ મિસાઇલ આપોઆપ તેને પકડીને નષ્ટ કરી દે છે. પહેલાં ઊંચાઇ પર જઇને પછી સીધો ઉપરથી હુમલો કરતાં બેહદ  ભારી બખ્તરબંધ વાહનને પણ નષ્ટ કરી શકે છે. 43 કિલો વજનવાળી ધ્રુવાસ્ત્ર સાત કિ.મી. સુધી મારક ક્ષમતા સાથે 800 મિલીમીટર મોટી સ્ટીલ પ્લેટને ભેદવાની તાકાત ધરાવે છે. આ મિસાઇલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. દ્વારા નિર્મિત રુદ્ર અને પ્રચંડ જેવા હેલિકોપ્ટર પરથી છોડી શકાય છે. સરકારે 2023માં લગભગ 700 કરોડના ખર્ચે 200થી વધુ ધ્રુવાસ્ત્ર ખરીદીનો ઓર્ડર આપ્યો હતો.