આશા ભોંસલેને સોમવારે અશ્રુભીની આંખે અંતિમ વિદાય અપાઈ
copy image

ભારતીય કલાજગતનાં દંતકથા સમાન ગાયિકા આશા ભોંસલેને સોમવારે તેમના શોકમગ્ન પરિવાર, સિનેજગતના સિતારાઓ તેમજ વિશાળ ચાહક સમુદાયે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આશાનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટીને શિવાજી પાર્ક સ્મશાન ઘાટ પર લવાયો હતો. મહારાષ્ટ્ર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. રાજકીય સન્માન સાથે દિગ્ગજ ગાયિકાના અંતિમસંસ્કાર કરાયા હતા. પુત્ર આનંદે મુખાગ્નિ આપ્યો હતો. અંતિમસંસ્કાર થતાં જ આશજીની પૌત્રી જનાઇ ભારે ભાવુક બનીને રડતી જોવા મળી હતી. અંતિમસંસ્કારથી પહેલાં શાન, અનુપ જલોટા સહિત ગાયકોએ `અભી ના જાઓ છોડકર’ ગીત ગાઇને મહાન ગાયિકાને અંતિમ વિદાય આપી હતી.