ભારતીય જહાજ `જગવિક્રમ’ એલપીજી સાથે મંગળવારે કચ્છના કંડલા બંદરે પહોંચશે
copy image

હોર્મુઝને અમેરિકી નાકાબંધીથી ઉચાટ વચ્ચે ભારત માટે સારા સમાચાર માંની શકાય, તેવા ઘટનાક્રમમાં ભારતીય જહાજ `જગવિક્રમ’ 20,400 ટન એલપીજી સાથે મંગળવારે ગુજરાતમાં કચ્છના કંડલા બંદરે પહોંચશે.મળતી માહિતી અનુસાર તાણગ્રસ્ત ક્ષેત્ર બની ચૂકેલાં હોર્મુઝને સલામત રીતે પાર કરી ચૂકેલાં આ જહાજમાં લવાતા એલપીજીમાંથી 15 લાખ જેટલાં ઘરેલું રાંધણગેસ સિલિન્ડર ભરી શકાય તેમ છે . ભારતના બંદરો, જહાજ, જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે સોમવારે આ અંગે જાણકારી આપી હતી. `જગવિક્રમ’ જહાજ પર 24 નાવિક સવાર છે. બે સપ્તાહના અસ્થાયી યુદ્ધવિરામ બાદ આ પહેલું ભારતીય જહાજ છે.