સોશિયલ મીડિયા મારફત સગીરાની પજવણી : ત્રણ શખ્સ સામે ફરિયાદ
સોશિયલ મીડિયા મારફત સગીરાની પજવણી થતાં ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપેડે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ આજથી આશરે બે વર્ષ પહેલાંના બનાવ અંગે પદ્ધર પોલીસ મથકે વાલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની સગીર વયની દીકરીને આરોપીએ વીડિયો કોલ કરી ધમકી આપી અને સક્રીન રેકોર્ડિંગથી વીડિયો કોલ રેકોર્ડ કરીને આરોપી તેમજ અન્ય બે એ બિભત્સ માગણી કરી હતી. પૈસાની માગણી કરી, ફરિયાદીની સગીર વયની દીકરીનો એડિટ કરેલો વીડિયો વાયરલ કરી એકબીજાની મદદાગારી કર્યાનું ફરિયાદમાં લખાવાયું છે. પદ્ધર પોલીસે પોકસો તથા આઈ.ટી. એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.