પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લુંટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન નવીનભાઇ જોષીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન.૦૨૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૯(૪),૨૯૬(બી) તથા જી.પી.એક્ટ.ક.૧૩૫ મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી જાવેદ લતીફ બાફણ રહે.નાગીયારી તા.ભુજવાળો હાલે રેહા ત્રણ રસ્તા પાસે હાજર છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ,

પકડાયેલ આરોપી

  • જાવેદ લતીફ બાફણ ઉ.વ. ૨૫ રહે.નાગીયારી તા.ભુજ