યુદ્ધની પસ્થિતિ વચ્ચે મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત
copy image

copy image
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પસ્થિતિ વચ્ચે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની ટેલિફોનિક વાતચીત ચાલી હતી, જેમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને ભારત-અમેરિકા વેપાર સંબંધો પર ચર્ચા થઈ હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.એક મીડિયા અહેવાલ અનુસાર , મોદીએ જણાવ્યું હતું કે, તેમની વાતચીત દરમિયાન, બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમના મજબૂત સંબંધોને હજુ મજબૂત બનાવવા અને તમામ ક્ષેત્રોમાં સહયોગ ચાલુ રાખવા માગે છે. વધુમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી અને હોર્મુઝ ખાડી ખુલ્લી રાખવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.આ માર્ગ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે તેલ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો વહન કરે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરના જણાવ્યા મુજબ , વાતચીત દરમિયાન ટ્રમ્પે મોદીને કહ્યું, “અમે બધા તમને ખૂબ પસંદ કરીએ છીએ. વધુમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો હાલમાં મજબૂત સ્થિતિમાં છે”. ઉલ્લેખનીય છે કે, આ વાતચીત વર્તમાન પરિસ્થિતિમાં અગત્યની મનાય છે. કારણ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ 47 વર્ષ પછી પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સામ-સામે વાતચીત થઈ હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું ન હતું. આ પછી, ટ્રમ્પે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોની નાકાબંધીની જાહેરાત કરી હતી.