છત્તીસગઢના સકતી જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતા  11નાં મોત અને 30 ઘાયલ

image-164

copy image

copy image

છત્તીસગઢના સકતી જિલ્લામાં મંગળવારે એક પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટવાથી 11 કામદારનાં મોત નિપજ્યાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા આ બાબત પોલીસે જણાવી હતી . પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરે પીટીઆઇને જણાવ્યું હતું કે, પ્રાથમિક વિગતો મુજબ , બપોરે સિંધીતરાઇ ગામમાં વેદાંતા લિમિટેડ પાવર પ્લાન્ટમાં બોઇલર ટયૂબમાં વિસ્ફોટ થયો હતો. 11 કામદારનાં મોત થયાં છે અને 30 ઘાયલ થયા છે. આ સાથે `તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ પીડિતનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોએ હોસ્પિટલોમાં સારવાર દરમ્યાન દમ તોડયા હતા . તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોને પડોશી રાયગઢ જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીએ બતાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, બોઇલરનીઆસપાસનો વિસ્તાર અત્યંત ગરમ હોવાના કારણે કામદારો અને સ્ટાફને આસપાસના વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પણ વધુ લોકો ફસાયેલા છે કે કેમ તે તપાસવા માટે બચાવ કામગીરી ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું .