યુદ્ધવિરામનો ગાળો લંબાવાય તેવા રાહતભર્યા આશ્વાસન

copy image

copy image

તેલ સંકટ સામે ઝઝૂમી રહેલા દુનિયાભરના દેશોના હિતમાં હોર્મુઝ ખોલવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી જણાવી છે, જ્યારે બીજી તરફ યુદ્ધવિરામનો ગાળો લંબાવાય તેવા રાહતભર્યા એંધાણ પણ સામે આવી રહ્યાં છે, ત્યારે ઈરાને ચીમકી આપી હતી કે, હોર્મુઝ પર નાકાબંદી ચાલુ રખાશે, તો રાતો સમુદ્ર, ઓમાન સાગર તેમજ ફારસની ખાડી  એ ત્રણ મહત્ત્વના સમુદ્રી માર્ગો બંધ કરાશે . અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી માટે પણ ફરી વાટાઘાટો કરે તેવી શુભ સંભાવના વચ્ચે પાકિસ્તાની સેનાવડા અસીમ મુનીર પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાનો સંદેશ લઈને તેહરાન પહોંચ્યા હતા. જે વાતચીતના બીજા દોર અંગે ચર્ચા કરશે. જે દરમ્યાન ટ્રમ્પે કહ્યું કે, યુદ્ધ ખતમ થવા તરફ છે.  અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામની અવધિને  આગળ લંબાવવા માટે સહમત થવાની કતાર પર છે. આ ઉપરાંત શાંતિ સમજૂતી માટે પણ બંને પક્ષ ફરીથી વાટાઘાટ માટે મળે તેવી સંભાવના છે. પ્રાપ્ત થતા અહેવાલો મુજબ મધ્યસ્થીઓ દ્વારા 22 એપ્રિલે સમાપ્ત થતાં યુદ્ધવિરામને વધુ બે અઠવાડિયા માટે આગળ વધારવામાં આવે તેવા પ્રયત્નો શરૂ થયા છે, જેના માટે બંને પક્ષે સહમતી પણ આપી હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાંથી સામે આવી રહ્યું છે.