ભારત અને પાકિસ્તાને એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે. :ફૈઝલ નિયાઝ તિરમીઝી

copy image

copy image

યુદ્ધ વચ્ચે અચાનક જ ભારતની પ્રશંસા કરીને પાકિસ્તાને ભારોભાર અચરજ સર્જી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રશિયામાં પાકના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમીઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને એકબીજાની પરમાણુ સુવિધાઓ પર હુમલા નહીં કરવાની પારસ્પરિક ગેરંટી આપી છે. પાક રાજદ્વારી ફૈઝલે પશ્ચિમ એશિયા યુદ્ધથી ઉચાટનો ઉલ્લેખ કરતાં કોઇપણ દેશના પરમાણુ મથકો પર હુમલા નહીં કરવાની હિમાયત કરી હતી વધુમાં ભારત-પાક સંબંધો સુધારવામાં રશિયાની પણ સારી ભૂમિકા રહી છે તેવું કહેતાં પાકના રાજદૂતે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન બ્રિક્સમાં સામેલ થવા માગે છે. રાજદૂત તિરમિઝીના જણાવ્યા મુજબ , ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો એક મજબૂત ઇતિહાસ રહ્યો છે. તેમણે દાવો કરતાં જણાવ્યું કે, બંને દેશોએ એકબીજાને ખાતરી આપી છે કે, કોઇપણ સંજોગોમાં એકબીજાના પરમાણુ પ્લાન્ટસને નિશાન નહીં બનાવીએ કારણકે  વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આ પ્રકારની ગેરંટી ખૂબ જ  મહત્ત્વની છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે વાત કરતાં તિરમિઝીએ કહ્યું કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષમાં અમે જોયું કે, બુશહર પર હુમલો થયો. જો પરમાણુ પ્લાન્ટ પર સીધો હુમલો થયો હોત તો તેના પરિણામો માત્ર ઇરાન જ નહીં પરંતુ પાકિસ્તાન અને સમગ્ર ખાડી દેશો માટે ગંભીર હોત.