અંજાર મા ગંગાનાકા વિસ્તારમાં મુસ્તાક મન્સૂરી નામ ના યુવાન ને છરી વડે રહેસી નખાયો

અંજારમાં ગંગાનાકા વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ આજરોજ સાંજના અંદાજિત 6:00 વાગ્યાના અરસામાં ગંગાનાકા વિસ્તારમાં મુસ્તાક મન્સૂરી નામના યુવાન પર અજાણ્યા શખ્સ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.હુમલો એટલો ગંભીર હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.