ભારતીય બનાવટના વિદેશી દારુ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સામખીયારી પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી આગામી સ્થાનીક સ્વરાજયની ચુટણીને અનુલક્ષીને જીલ્લામાં દારુના વેચાણ હેરફેરની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબિશનની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા જરુરી સુચના આપેલ જે અન્વયે
શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.એમ.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રા.વા.થી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હડીકત મળેલ કે ભાવેશ બાબુલાલ મારાજ (સાંખોલ) રહે.શાંતિ નગર પ્લોટ વિસ્તાર સામખીયાળી વાળો મારૂતી ગેરેજથી સ્મશાન તરફ જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગે.ડા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની તૈયારીમાં છે જે બાતમી હકિકત આધારે સામખીયાળી પોલીસ સ્ટાફના માણસો દ્વારા જરુરી વર્ડ આઉટ કરી બાતમી હકિકત વાળી જગ્યાએ રેડ કરતા ભાવેશ બાબુલાલ મારાજ(સાંખોલ) ઉ.વ.૩૯ રહે.શાંતિ નગર પ્લોટ વિસ્તાર સામખીયાળી તા.ભચાઉ-કચ્છ વાળાને પ્લાસ્ટીકની થેલીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થા સાથે પકડી ડાયદેસરની કાર્યવાહી ક૨વામા આવેલ છે
- પકડાયેલ આરોપીનુ નામ
- (૧) ભાવેશ બાબુલાલ મારાજ(સાંખોલ) ઉ.વ.૩૯ રહે.શાંતિ નગર પ્લોટ વિસ્તાર સામખીયાળી તા.ભચાઉ-કચ્છ
- પકડવાના બાકી આરોપીનુ નામ (૧) ભાવેશ રાયધણ મણકા રહે. સામખીયાળી તા.ભચાઉ (માલ આપનાર)
- કુલ મુદ્દામાલ કિ.રૂ.२७,५१०/-