ટ્રમ્પની જાહેરાતની ઈરાને મજાક ઉડાડતા કહ્યું – ‘હવામાં મહેલ બનાવવાના સપના ન જુઓ…’

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટ  હવે એક નવા વળાંક પર પહોંચી છે. ત્યારે  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરતાં કહ્યું છે કે તેઓ સમજૂતીની ખૂબ નજીક છે, પરંતુ ઈરાને તેમના દાવાઓની મજાક ઉડાવતા તેને ‘હવામાં મહેલ’ બતાવ્યા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપતા કહ્યું છે કે પરમાણુ સમજૂતી પર પ્રગતિ થઈ રહી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, “ઈરાન હવે એવા પગલાં ભરવા તૈયાર છે જેના માટે તે બે મહિના પહેલા તૈયાર નહોતું.” ટ્રમ્પે વધુમાં ઉલ્લેખ કર્યો કે જો જરૂર પડશે તો સંઘર્ષ વિરામ લંબાવવામાં આવશે, પરંતુ હાલ અમે સમજૂતીની એટલી નજીક છીએ કે તેની કદાચ જરૂર નહીં પડે.ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું કે આ ડીલથી અમેરિકાને મફત તેલ મળી શકે છે અને તેલના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે . તેમણે હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થવાની વાત પણ કરી, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.બીજી તરફ, ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર એ ટ્રમ્પની મજાક ઉડાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્રમ્પની ક્લિપ શેર કરતા લખ્યું કે અમેરિકી નેતા “હવામાં મહેલ” બનાવી રહ્યા છે. ઈરાને એક ફારસી કહેવત ટાંકીને કટાક્ષ કર્યો કે, “ઊંટ સપનામાં કપાસના બીજ જુએ છે, ક્યારેક તેને આખા ગળી જાય છે તો ક્યારેક દાણા-દાણા કરીને ખાતો રહે છે.” એટલે કે, ટ્રમ્પ જે વિચારી રહ્યા છે તે માત્ર એક કલ્પના છે.