“જો ઈરાન સાથેનો સોદો ઈસ્લામાબાદમાં સાઈન થશે, તો હું ત્યાં જઈ શકું છું :ટ્રમ્પ
copy image

વ્હાઇટ હાઉસના લોન પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દે તેવું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, “જો ઈરાન સાથેનો સોદો ઈસ્લામાબાદમાં સાઈન થશે, તો હું ત્યાં જઈ શકું છું. તેઓ (પાકિસ્તાન) ઈચ્છે છે કે હું ત્યાં આવું.”ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પડદા પાછળ ચાલી રહેલી વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે અને તેમાં પાકિસ્તાન એક મહત્ત્વના મધ્યસ્થી તરીકેસામે આવ્યું છે.ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાની મધ્યસ્થીઓએ અત્યાર સુધી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર હાલમાં જ તેહરાનમાં ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલીબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને મળ્યા છે. સૂત્રો મુજબ, પાકિસ્તાન આ વાટાઘાટોને ફરીથી જીવંત કરવા માટે ‘બેક-ચેનલ ડિપ્લોમસી’નો ઉપયોગ કરી રહ્યું છે વધુમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન મોટાભાગની શરતો માનવા તૈયાર થઈ ગયું છે. “સૌથી મોટી વાત એ છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઈએ. જો તેમની પાસે પરમાણુ હથિયાર હશે તો તે મોટી સમસ્યા હશે. ઈરાન આ બાબતે ખૂબ જ મજબૂતીથી સંમત થયું છે.”