સીમાંકનમાં કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહીં થાય તેવી મોદીની ગેરંટી

copy image

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહિલા અનામત વિધેયક ઉપર ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે, વિકસિત ભારતનો અર્થ માત્ર સડક, રેલવે અથવા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા નહીં, પણ તેનો અર્થ એવો પણ છે કે, નીતિ નિર્ધારણમાં દેશની અડધી વસ્તીને હિસ્સેદાર બનાવવામાં આવે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને સીમાંકનને લઈને દક્ષિણનાં રાજ્યોને નુકસાન થવાની ચર્ચા અને આક્ષેપોનો દેખીતો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું જણાવ્યું કે, સીમાંકનમાં કોઈ રાજ્ય સાથે ભેદભાવ થશે નહીં એ મોદીની ગેરંટી છે. આપણે પહેલાં જ ઘણો વિલંબ કરી ચૂક્યા છીએ અને હવે સ્વીકાર કરવો પડશે એમ જણાવી પીએમ મોદીએ કહ્યું હતું કે, મહિલા અનામતનો વિરોધ કરનારા લોકોને મહિલાઓ ક્યારેય માફ કરશે નહીં. લાંબો સમય આવા વિરોધની કિંમત ચુકવવી પડશે. સીમાંકનની કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય ટુકડે ટુકડે વિચારી શકાય નહીં અને નિર્ણય પણ લઈ શકાય નહીં. માત્ર રાજનીતિક લાભ માટે જે હંગામો થાય છે તે અયોગ્ય છે. પીએમએ કહ્યું હતું કે, આપણું સૌભાગ્ય છે કે દેશની અડધી આબાદીને રાષ્ટ્ર નિર્માણની નીતિ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવાની તક મળી રહી છે. બધા મળીને દેશને નવી દિશા આપવા જઈ રહ્યા છે તેમજ શાસન વ્યવસ્થાને સંવેદનશીલતાથી ભરવાનો એક સાર્થક પ્રયાસ કરવા જઈ રહ્યા છે.