ભચાઉમાં કિશોરી સાથે ધાક-ધમકી કરી દુષ્કર્મ ગુજાર્યું
copy image

ભચાઉમાં કિશોરીને મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધનારા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભચાઉ નગરમાં આ ઘટના ગત તા.14/4ના બપોરના બે વાગ્યાના સમયે બન્યો હતો. અહીંની એક કિશોરીને આરોપી શખ્સે ધાકધમકી કરી હતી અને બાદમાં મણિનગર હિંમતપુરા વિસ્તાર બાજુ લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમ્યાન કિશોરીના મામા આ જોઈ જતાં આરોપીને પડકારતા તેની સાથે ઝપાઝપી કરી આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.